ગુજરાત ભારત રાજનીતિ સ્થાનિક મુદ્દાઓ

સર્વે: ગુજરાતમાં BJPને આટલી સીટો મળવાની સંભાવના, NDAને પૂર્ણ બહુમતી, જાણો કોંગ્રેસના હાલ

લોકસભા ચૂંટણીના પહેલાં તબક્કાનું વોટિંગ થવાના બે દિવસ પહેલાં વીએમઆરનો સર્વે ભાજપ માટે સારા સંકેત લઇને આવ્યું છે. આ સર્વે પ્રમાણે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને એક વખત ફરીથી પૂર્ણ બહુમત મળતા દેખાઇ રહી છે. સર્વેનું માનીએ તો દેશભરની 543 લોકસભા સીટોમાંથી 279 સીટો એનડીએના ખાતામાં આવી શકે છે. જ્યારે કોંગ્રેસને 149 સીટો અને અન્ય પક્ષોને 115 સીટો મળવાની સંભાવના છે.

સર્વેના મતે ભાજપને ઉત્તર પ્રદેશમાં 23 સીટોનું નુકસાન તો પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ફાયદો દેખાઇ રહ્યો છે. દક્ષિણ ભારતમાં ગઠબંધનના દમ પર કોંગ્રેસ ઘણી સીટો જીતી શકે છે. આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની ટીડીપી અને ઓરિસ્સામાં નવીન પટનાયની બીજેડીને મોટી નુકસાની ઉઠાવી પડી શકે છે. આવો જાણીએ કયા રાજ્યમાં કંઇ પાર્ટીને કેટલીય સીટો અને કેટલાં વોટ મળવાની સંભાવના છે.

ઉત્તરપ્રદેશ (80 સીટો)
યુપીમાં સપા-બસપા ગઠબંધનના લીધે ભાજપને લગભગ 25 સીટોનું નુકસાન દેખાઇ રહ્યું છે. 2014માં 73 સીટો મેળવનાર ભાજપ ગઠબંધનને આ વખતે 50 સીટો મળવાનો અંદાજ છે. સપા-બસપા-આરએલડીના ગઠબંધનને 27 અને કોંગ્રેસને 3 સીટો મળવાની સંભાવના છે. વોટની ટકાવારીની વાત કરીએ તો ભાજપ ગઠબંધનને 45.1 ટકા, મહાગઠબંધનને 37.7 ટકા અને કોંગ્રેસને 11.01 ટકા વોટ મળવાનો અંદાજો છે.

બિહાર (40 સીટો)
બિહારમાં એનડીએને 29 અને યુપીએને કુલ 11 સીટો પર જીત મળવાનો અંદાજો. વોટ પર્સન્ટની વાત કરીએ તો યુપીએ ગઠબંધનને 41.78 ટકા અને એનડીએને 49.1 ટકા વોટ મળી શકે છે

મધ્યપ્રદેશ (29 સીટો)
મધ્યપ્રદેશમાં 15 વર્ષ બાદ સરકાર બનાવનાર કોંગ્રેસ માટે સારા સમાચાર છે. સર્વેના મતે આ વખતે 40.92 ટકા વોટ શેરની સાથે 9 સીટો જીતી શકે છે. ત્યાં 49.1 ટકા વોટ શેરની સાથે 20 સીટો ભાજપના ખાતામાં જતી દેખાય છે.

મહારાષ્ટ્ર (48 સીટો)
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન એક વખત ફરીથી મજબૂત થઇ ઉભરી શકે છે. આ ગઠબંધનને 48.15 ટકા વોટ શેરની સાથે 38 સીટો અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને 36.88 ટકા વોટ શેરની સાથે 10 સીટો મળવાની શકયતા છે.

રાજસ્થાન (25 સીટો)
રાજસ્થાનમાં સરકાર બનાવ્યા બાદ કોંગ્રેસને ફાયદો થતો દેખાઇ રહ્યો છે. 2014મા એક પણ સીટના મેળવનાર કોંગ્રેસને 43.05 ટકા વોટ શેરની સાથે કુલ 7 સીત મળવાની ધારણા છે. 49.50 ટકા વોટ શેરની સાથે ભાજપને 18 સીટો મળવાની શકયતા.

દિલ્હી (7 સીટો)
દિલ્હીમાં ફરી એકવખત ભાજપ તમામ સાત સીટો જીતી શકે છે. સર્વેમાં 43.1 ટકાની સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. આમ આદમી પાર્ટીને 29.5 ટકા અને કોંગ્રેસને 19.68 ટકા વોટ મળવાની સંભાવના.

ગુજરાત (26 સીટો)
પીએમ મોદીના રાજ્ય ગુજરાતમાં ભાજપને 51.37 ટકા વોટશેરની સાથે 22 સીટો અને કોંગ્રેસને 39.5 ટકા વોટની સાથે માત્ર 4 સીટો મળતી દેખાઇ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 સીટો પ્રાપ્ત કરી હતી.

જમ્મુ-કાશ્મીર (6 સીટો)
જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સની વાપસી દેખાઇ રહી છે. તેને 6માંથી 4 સીટો અને ભાજપને 2 સીટો પર જીતની આશા છે. કોંગ્રેસ અને મહેબૂબા મુફતીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનું ખાતું ખૂલતું દેખાતું નથી. 2014મા ત્રણ સીટ પર ભાજપ અને 3 સીટ પર પીડીપીને જીત મળી હતી.

ઓરિસ્સા (21 સીટો)
ઓરિસ્સામાં ભાજપ સારું પ્રદર્શન કરી શકે છે. તેને 40.1 ટકા વોટ શેરની સાથે 12 સીટો મળવાની સંભાવના. સત્તારૂઢ બીજેડીને 34.2 ટકા શેરની સાથે 8 સીટો મળતી દેખાય છે. આ સિવાય વોટ 22.70 ટકા વોટ શેરની સાથે કોંગ્રેસના ખાતામાં 1 સીટ આવતી દેખાય છે.

અસમ (14 સીટો)
સર્વેમાં અસમમાં યુપીએને 6 અને એનડીએને કુલ 8 સીટ મળતી દેખાય છે. યુપીએને 45.40 ટકા અને એનડીએને 47.50 ટકા વોટ શેર મળવાની આશા છે.

ઝારખંડ (14 સીટો)
ઝારખંડમાં ગઠબંધન બન્યા બાદ કોંગ્રેસને ફાયદો મળી શકે છે. કોંગ્રેસને 7 સીટ પર જીતની સાથે 45.43 ટકા વોટ શેરની શકયતા. જ્યારે ભાજપને 7 સીટની સાથે 47.5 ટકા વોટ શેર મળવાની સંભાવના.

પશ્ચિમ બંગાળ (42 સીટો)
ટીએમસીને ત્રણ સીટો પર નુકસાનીની શકયતા છે. 37.5 ટકા વોટ શેરની સાથે 31 સીટો અને ભાજપને 31.3 ટકા વોટ શેરની સાથે 9 આ સિવાય કોંગ્રેસ અને લેફ્ટને 2-2 સીટો મળવાની સંભાવના છે.

હિમાચલ પ્રદેશ (4 સીટો)
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ એક સીટ પર જીતી શકે છે અને 42.83 ટકા વોટ શેરની સંભાવના. જ્યારે ભાજપને 3 સીટોની સાથે 51.07 ટકા વોટ શેર પ્રાપ્ત કરી શકે છે.

પંજાબ (13 સીટો)
પંજાબમાં કોંગ્રેસની વાપસીની શકયતા છે. 36.9 ટકા વોટ શેરની સાથે 11 સીટ કોંગ્રેસને મળવાનો અંદાજો છે. ભાજપ અને અકાલી ગઠબંધનને 32.1 ટકા વોટ શેરની સાથે 2 સીટો પર સંતોષ માનવો પડી શકે છે.

હરિયાણા+ચંદીગઢ (10+1 સીટ)
હરિયાણામાં એક વખત ફરીથી ભાજપ સૌથી મોટી પાર્ટી બની ઉભરી શકે છે. ભાજપને 49.42 ટકા વોટ શેરની સાથે 8 સીટો મળી શકે. 28.34 ટકા વોટ શેરની સાથે કોંગ્રેસને 2 સીટ મળવાની સંભાવના. આઇએનએલડી અને આમઆદમી પાર્ટીના ખાતામાં એક પણ સીટ દેખાતી નથી. ચંદીગઢની એક સીટ ફરી એકવખત ભાજપના ખાતામાં જતી દેખાય છે.

છત્તીસગઢ (11 સીટો)
છત્તીસગઢમાં કોંગ્રેસની દમદાર વાપસી દેખાય છે. 48.18 ટકા વોટ શેરની સાથે 8 સીટો અને ભાજપને 44.8 ટકા વોટ શેરની સાથે માત્ર 3 સીટો મળવાની સંભાવના.

ઉત્તરાખંડ (5 સીટો)
ઉત્તરાખંડમાં ફરી એકવખત ભાજપ ક્લીન સ્વીપ કરતી દેખાય છે. સર્વે પ્રમાણે ભાજપને 53.2 ટકા વોટની સાથે તમામ સીટો પર જીત મળવાની આશા. 34.08 ટકા વોટ મેળવવા છતાંય કોંગ્રેસનું ખાતું ખૂલવું મુશ્કેલ દેખાય છે.

ગોવા (બે સીટો)
ગોવામાં 2014મા લોકસભાની બંને સીટો પર ભાજપને જીત મળી હતી. જો કે આ વખતે કોંગ્રેસ અને ભાજપના ખાતામાં 1-1 સીટ જવાની શકયતા છે. આ સિવાય દમણ દીવની સીટ ભાજપને તો દાદરા નગર હવેલીની સીટ કોંગ્રેસના ખાતામાં જતી દેખાય છે.

તેલંગાણા (17 સીટો)
તેલંગાણામાં એક વખત ફરીથી કેસીઆરનો જાદુ ચાલવાની શકયતા છે. ટીઆરએસને 43.6 ટકા વોટ શેરની સાથે 14 સીટો, ભાજપને 14.3 ટકા વોટ શેરની સાથે 0 સીટ અને 32.5 ટકા વોટ શેરની સાથે બે સીટ મળવાની શકયતા છે. આ સિવાય અન્ય ને બે સીટ મળવાની શકયતા છે.

આંધ્રપ્રદેશ (25 સીટો)
આંધ્રપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને તગડો ઝાટકો લાગી શકે. વાઇએસઆર કોંગ્રેસ પાર્ટી 20 સીટોની સાથે એક તરફી જીત મેળવી શકે છે. બાકીની પાંચ સીટો ટીડીપીના ખાતામાં જઇ શકે છે. વાઇએસઆરને 43.7 ટકા, ટીડીપીને 35.1 ટકા વોટ શેરની શકયતા છે.

કર્ણાટક (28 સીટો)
કર્ણાટકની કુલ 28 સીટો પર ભાજપની 45.1 ટકા વોટ શેર સાથે 16 સીટ અને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને 43.4 ટકા વોટ શેરની સાથે 12 સીટો મળવાની શકયતા.

કેરલ (20 સીટો)
કેરલમાં વામપંથી મોર્ચાને કોંગ્રેસના હાથે કારમી હારનો સામનો કરવો પડી શકે છે. સર્વેમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફ ગઠબંધનને 46.97 ટકા વોટ શેરની સાથે 15 સીટો તો લેફ્ટના ગઠબંધનને માત્ર 28.11 ટકા વોટ શેરની સાથે બે સીટ અને એક સીટ ભાજપના ખાતામાં જતી દેખાય છે.

તમિલનાડુ (39 સીટો)
તામિલનાડુમાં સત્તારૂઢ એઆઇએડીએમકેને તગડો ઝાટકો લાગતો દેખાય છે. સર્વે પ્રમાણે એઆઇએડીએમકે અને ભાજપના ગઠબંધનને માત્ર 6 સીટોથી સંતોષ માનવો પડી શકે છે. તો કોંગ્રેસ અને ડીએમકે ગઠબંધનને 33 સીટો પ્રાપ્ત થઇ શકે છે. વોટ ટકાવારીમાં કોંગ્રેસ ગઠબંધનને 53.12 ટકા તો ભાજપ ગઠબંધનને 39.61 ટકા વોટ મળવાની શકયતા છે.

Related posts

મોઘરાજાની બરાબર 28 અને 29 જુલાઈના સમગ્ર ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદ

Newsgujarati

ચમકી તાવમાં બાળકોનાં મૃત્યુ બાદ રાજકોટમાં લીચીનું સઘન ચેકીંગ:VIDEO

Newsgujarati

આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ

Newsgujarati

ટિપ્પણી મૂકો