ગુજરાત રાજનીતિ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી : 4 કિમી લાંબો મેગા રોડ શો પૂર્ણ કર્યો હતો.

અમદાવાદમાં રોડ શો બાદ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પરિવાર સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. કલેક્ટર કચેરીએ તેઓ રાષ્ટ્રીય નેતાઓ ગૃહમંત્રી રાજનાથસિંહ, ઉદ્વવ ઠાકરે, અરૂણ જેટલી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી.

મોટી સંખ્યામાં સમર્થકો અને રાષ્ટ્રીય નેતાઓ રથમાં સવાર થયા હતા. નિયત સમય કરતાં મોડો શરૂ થયેલો રોડ શો બપોરે 40 ડિગ્રી ગરમી વચ્ચે પસાર થતાં તેને દોડાવવાની ફરજ પડી હતી. પિતાની ઉમેદવારી માટે હાજર પુત્ર જય શાહ તેમજ ગુજરાતના પ્રદીપસિંહ સહિતના મંત્રીઓ પગપાળા ચાલ્યા હતા.

થલતેજના નિવાસથી નારણપુરા ખાતે સરદાર પટેલના બાવલા ખાતે પહોંચ્યા હતા અને સરદારની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. દરમિયાન શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં સભા યોજી હતી. જેમાં NDAના નેતાઓએ વિક્રમી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સરદાર પટેલના બાવલાથી શરૂ થનારા રોડ શોના રૂટ પર 24 જગ્યાએ અલગ અલગ સમાજના લોકો અને આગેવાનો અમિત શાહનું સ્વાગત કર્યું હતું. રૂટ પર 25 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. 4 કિમીના 3 કલાક ચાલનારા રોડ શોમાં અમિત શાહે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું . તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા.

Related posts

કામરેજમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ નું “સમાજ પૂષ્પ” પરિચય ગ્રંથ નું મહંતશ્રી નરેન્દ્ર બાપુ ના વરદ હસ્તે વિમોચન

Newsgujarati

ભર ઉનાળે નર્મદા ડેમની સપાટીમાં વધારો, સપાટી 119.21 મીટરે પહોંચી, ગત વર્ષ કરતા પાણીનો સંગ્રહ વધ્યો

Newsgujarati

શાળાઓમાં નવરાત્રિ વેકેશન રદ કરવા કેબિનેટ બેઠકમાં નિર્ણય…

Newsgujarati

ટિપ્પણી મૂકો