અન્ય

હાપા સેકસનમાં વિજળીકરણની કામગીરીથી: મુંબઇ જવાની ટ્રેનો તા.30 સુધી અમદાવાદથી જામનગર વચ્ચે બંધ

રાજકોટ: હાપા સેકસનમાં ચાલુ મહિનાની શરૂઆતથી વિજળીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં અનેક ટ્રેનોના સમયપત્રક અસ્ત વ્યસ્ત થયા હતાં. દરમિયાન 31મી તારીખ સુધીમાં મુંબઇ-અમદાવાદ સહિતની આવતીજતી ટ્રેનોનો વ્યવહાર પણ સૌરાષ્ટ્ર સાથે બંધ કરવામાં આવ્યો છે.

કેટલીક ટ્રેનો તા.30 અને 31 માર્ચ સુધી બંધ કરવામાં આવી છે તેમાં રાજકોટ પોરબંદર રાજકોટ તા.31મી સુધી બંધ આ ઉપરાંત અમદાવાદ સોમનાથ અમદાવાદ ઇન્ટરસીટી અને અમદાવાદ રાજકોટ અમદાવાદ લોકલ તા.30મી સુધી બંધ કરવામાં આવી છે. જયારે જામનગર બાંદ્રા જામનગર હમસફર એકસપ્રેસ ત્રિ-સાપ્તાહિક ટ્રેન આજથી તા.31મી સુધી બંધ રહેશે. જયારે સાપ્તાહિક ટ્રેનો આેખા જયપુર આેખા આગામી 24-25 તારીખે બંધ રહેશે. આ ઉપરાંત શનિવારની આેખા શ્રીનાથદ્વારા આેખા તા.30-31 બંધ હાપા આેખા હાપા (હાવરા) લીક ટ્રેન નં.22906, 22905 તા.31 સુધી બંધ, બાંદ્રા મહુવા બાંદ્રા તા.29 સુધી બંધ, બાંદ્રા પાલિતાણા બાંદ્રા તા.30 સુધી બંધ, પુણે વેરાવળ પુણે તા.30 સુધી બંધ, ગાંધીધામ બાંદ્રા ગાંધીધામ તા.28 સુધી બંધ, ઇન્દોર વેરાવળ ઇન્દોર મહામના એકસપ્રેસ તા.26 અને તા.28મીએ બંધ. ભાવનગર ગાંધનીગર એકસપ્રેસ તા.25થી 30 સુધી બંધ.

અંશતઃ રદ કરવામાં આવેલી છે આ ટ્રેનોમાં વિરમગામ આેખા વિરમગામ લોકલ, રાજકોટ આેખા રાજકોટ વચ્ચે તા.1-4 સુધી બંધ તેમજ આેખા રાજકોટ આેખા ટ્રેન લોકલ તા.31 સુધી રાજકોટ હાપા રાજકોટ વચ્ચે બંધ.

મુંબઇ જવાની બાંદ્રા જામનગર બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ તા.30 સુધી અમદાવાદથી જામનગર વચ્ચે બંધ. સુરત જામનગર સુરત ઇન્ટરસીટી તા.31 સુધી રાજકોટ જામનગર વચ્ચે બંધ. મુંબઇ સેન્ટ્રલ રાજકોટ મુંબઇ દુરન્તો એકસપ્રેસ અમદાવાદથી રાજકોટ વચ્ચે તા.30 સુધી બંધ. વૈïણવદેવી જામનગર વૈïણવદેવી ટ્રેનો તા.24થી 27 સુધી અમદાવાદ જામનગર અમદાવાદ વચ્ચે બંધ.

અનેક ટ્રેનોનું માગા¯તર કરવામાં આવ્યું છે જેમાં સોમનાથ આેખા સોમનાથ એકસપ્રેસ તા.30 સુધી રૂટ બદલીને વાયા જેતલસર, વાંસજાળીયા, કાનાલૂસ થઇને આેખા આવન જાવન કરશે. મુંબઇ સેન્ટ્રલ પોરબંદર મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એકસપ્રેસ પણ તા.30મી સુધી ઉપરના પરિવતિર્ત રૂટે આવન જાવન કરશે. હાવડા પોરબંદર હાવડા એકસપ્રેસ ત્રિ-સાપ્તાહિક ટ્રેન તા.31 સુધી વાયા રાજકોટ, ભિક્તનગર, જેતલસર, વાંસજાળીયા થઇને આવન જાવન કરશે. પોરબંદર દિલ્હી સરાઇ રોહીલા પોરબંદર એકસપ્રેસ તા.23, 26 અને 30મીએ વાયા વાંસજાળીયા, જેતલસર, ભિક્તનગર થઇને જશે. દહેરાદૂન આેખા દહેરાદૂત ઉતરાંચલ એકસપ્રેસ ઉપરોકત પરિવતિર્ત રૂટ ઉપર તા.24મીએ આેખા જશે અને 29મીએ આેખાથી ઉપડશે. કોચુવેલી પોરબંદર કોચુવેલી પણ તા.24મી અને 28મીએ ઉપરોકત પરિવતિર્ત રૂટે દોડશે, પુરી આેખા પુરી ટ્રેન પણ તા.24મીએ અને તા.27મીએ ઉપરોકત પરિવતિર્ત રૂટે દોડશે. તુતીકોરીન આેખા તુતીકોરીન એકસપ્રેસ તા.24 અને તા.28ના ઉ5રોકત પરિવતિર્ત રૂટ ઉપર દોડશે, આેખા ગોરખપુર આેખા ટ્રેન પણ તા.31 સુધી ઉપરોકત પરિવતિર્ત રૂટે દોડશે. શ્રીનાથદ્વારા આેખા એકસપ્રેસ કાલે ઉપરોકત પરિવતિર્ત રૂટથી આેખા જશે. ગુવાહાટી આેખા ગુવાહાટી એકસપ્રેસ ટ્રેન તા.29 સુધી ઉપરોકત પરિવતિર્ત રૂટે આવન જાવન કરશે. આેખા એરનાકુલમ આેખા ટ્રેન તા.30 સુધી ઉપરોકત પરિવતિર્ત રૂટે આવન જાવન કરશે. આેખા રામેશ્વરમ એકસપ્રેસ તા.26મીએ ઉપરોકત પરિવતિર્ત રૂટે દોડશે. પોરબંદર સિકંદરાબાદ પોરબંદર તા.27મી સુધી ઉપરોકત પરિવતિર્ત રૂટે દોડશે. આમ આેખા જતી લાંબા અંતરની અનેક ટ્રેનો રાજકોટથી માર્ગાન્તર કરીને વાયા ભિક્તનગર, જેતલસર, વાંસજાળીયા, કાનાલૂસ થઇને આેખા આવન જાવન કરશે, જયારે પોરબંદર જતી ટ્રેન વાયા વાંસજાળીયા આવન જાવન કરશે.

Related posts

મોદી બાયોપિક ફિલ્મની રિલીઝ, NaMo TVનું પ્રસારણ ચૂંટણીની મુદત સુધી સ્થગિત

Newsgujarati

કોંગ્રેસના ઢંઢેરા સામે સેનાને પણ વાંધો, દેશવિરોધીઓ મજબૂત થશે

Newsgujarati

દુનિયામાં દેખાયો ભારતનો દમ, જલિયાવાલા બાગ મામલે 100 વર્ષ બાદ બ્રિટન ઘુંટણીયે

Newsgujarati

ટિપ્પણી મૂકો